પસ્તાવો - વિચારોનું વિશ્લેષણ

વિચારોનું વિશ્લેષણ

રવિવાર, 13 સપ્ટેમ્બર, 2020

પસ્તાવો

 


હાથનાંં કર્યાં હૈયે વાગ્યાં, જાણે આખું હૈયું ભરાઈ આવ્યું
કરતાં પહેલાં તો ઘડીક ના વિચાર્યું, હવે શું કરે પસ્તાવો...

વાક્બાણ છૂટ્યું જીભ ધનુષથી, હૃદયે સોંસરવું ઊતરી ગયું,
ઘા તો એના જીવનભર રહેવાના, હવે શું કરે પસ્તાવો...

સંબંધ હતો મજાનો ને મસ્તીનો, સાચવતાં તને ના આવડ્યું,
જીવનભરનો સંબંધ ઘડીકમાં તોડ્યો, હવે શું કરે પસ્તાવો...

મોટી મોટી વાતો કરતો ' તો, નાની નાની વાતો ના તું સમજ્યો,
આનંદની પળો તું ના શોધી શક્યો, હવે શું કરે પસ્તાવો...

વાતવાતમાં ટોકવાનું ને લડવાનું, તને ના ફાવ્યું પ્રેમથી રહેવાનું,
કાચમાં તિરાડ તો સદાયે રહેવાની, હવે શું કરે પસ્તાવો...

જા હજી પણ સમય છે, નાહીને શુદ્ધ થઈ જા તારા જ અશ્રુજળમાં,
હશે તારો પ્રેમ જો સાચો, તો બચી જશે સંબંધ તારા પસ્તાવાથી...

                                                                       -
પાર્થ પ્રજાપતિ

2 ટિપ્પણીઓ:

Please Give your valuable comments and Don't enter spam link in comment box.

મન - ઘનશ્યામ વ્યાસ "શ્યામ"

રચનાનું નામ: મન લેખકનું નામ: ઘનશ્યામ વ્યાસ "શ્યામ" મજબુત હૃદયની પાછળ નાજુક દિલ છૂપાયેલું છે. નમેલી આંખોની  પાછળ અશ્રુઓની ધારા છૂપા...