તું યાદ આવે છે... - વિચારોનું વિશ્લેષણ

વિચારોનું વિશ્લેષણ

Analysis of thoughts This blog tries to link topics related to information, literature, Education,current affairs history,Life Character,Story,Love story,Lifestyle

વિચારોનું વિશ્લેષણ

Ads Here

શનિવાર, 22 ઑગસ્ટ, 2020

તું યાદ આવે છે...

 

ઝરમર વરસતાં વરસાદમાં, પ્રેમની મૌસમમાં,
મને તું યાદ આવે છે...
વાદળોની ગર્જનામાં, વીજળીના કડાકામાં,
મને તું યાદ આવે છે...
મોરની મનમોહક કળામાં,પંખીઓના કલરવમાં,
મને તું યાદ આવે છે...
કોયલના મધુર સ્વરમાં, કાગડાના કર્કશમાં
મને તું યાદ આવે છે...
દરિયાના ઉછળતા મોજામાં,નદીના નિર્મળ જળમાં,
મને તું યાદ આવે છે...
ખળ ખળ વહેતાં ઝરણાંમાં, શાંત સરોવરમાં
મને તું યાદ આવે છે...
રંગબેરંગી ફૂલોની સુવાસમાં,પતંગિયાનાં સૌંદર્યમાં,
મને તું યાદ આવે છે...
વૃક્ષોની ઠંડી છાયામાં, ફળોની મીઠાશમાં,
મને તું યાદ આવે છે...
ઠંડીની આહ‍‍‍લાદક મૌસમમાં, ઝાકળનાં બિંદુમાં,
મને તું યાદ આવે છે...
ચાંદની સુંદર ચાંદનીમાં, પૂર્ણિમાંના ઉજાસમાં,
મને તું યાદ આવે છે...
પવનના એ નાજુક સ્પર્શમાં, પ્રકૃતિના સૌંદર્યમાં,
મને તું યાદ આવે છે...
હું આજે પણ એ પળ શોધું છું, જ્યારે તું યાદ ના આવે,
હા, તું જ યાદ આવે છે..
જીવનનાં દરેક પળમાં આ પાર્થને,પાર્થસંગિની યાદ આવે છે...
મને તું યાદ આવે છે...

                                                             -
પાર્થ પ્રજાપતિ


ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

Please Give your valuable comments and Don't enter spam link in comment box.

આંસુનો લૂછનાર

        અમદાવાદમાં ઓચિંતું કામથી જવાનું હોઈ વિજયે જેવો પોતાની ફોર્ચ્યુનર ગાડીનો સેલ માર્યો કે તરત જ ગાડી ચાલું થવાને બદલે રીસાઈ ગયેલી પ્રેમિ...